જાણો એક્યૂટાસ્ટોરની ઈ-કોમર્સની જર્નીની કહાની, ફ્લિપકાર્ટ સાથે જોડાઇને વધાર્યો પ્રોડક્ટ પોર્ટફોલિયો
પાછલાં થોડાં વર્ષોમાં ભારતમાં કોઈ ઇન્ડસ્ટ્રી અત્યંત ઝડપથી પ્રગતિ કરી રહી હોય તો તે છે ઈ-કોમર્સ. ઓનલાઇન માર્કેટપ્લેસમાં ભારતીયોની ખરીદીની પદ્ધતિ બદલાઈ રહી છે. ભારતની ઈ-કોમર્સ ઇન્ડસ્ટ્રી હજારો કરોડની ઇન્ડસ્ટ્રી છે. સૌથી ખાસ વાત એ છે કે લાખો નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગસાહસિકો અને વેપારીઓએ ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મના માધ્યમથી પોતાના વેપાર વ્યવસાયને અનેરી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યા છે. આવી જ એક કહાની છે એક્યૂટાસ્ટોરની, જેણે માત્ર ગણતરીનાં જ વર્ષોમાં જમીનથી આભ સુધીની સફર કરી છે અને તેમની આ પ્રગતિની ગતિ દિન પ્રતિદિન વધી જ રહી છે. પાછલાં થોડાં વર્ષોમાં જ એક્યૂટાસ્ટોરના પોર્ટફોલિયોમાં પ્રોડક્ટની સંખ્યા 3થી 100 ગણી વધીને 300ને વટાવી ગઈ છે. સ્વાભાવિક રીતે જ તેમના ગ્રાહકોની સંખ્યા અને બિઝનેસમાં પણ વધારો થયો છે. અને આ બધું જ શક્ય બન્યું છે ફ્લિપકાર્ટ સાથે જોડાવાને કારણે.
એક્યૂટાસ્ટોર ફ્લિપકાર્ટ પર આજે 300થી પણ વધુ પ્રોડક્ટ વર્ટિકલમાં પોતાનાં ઉત્પાદનો વેચે છે. પરંતુ કોઇપણ મોટા બિઝનેસની જેમ જ એક્યૂટાસ્ટોરની શરૂઆત પણ અત્યંત નાના પાયે થયેલી. પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા માટે તેમણે ફ્લિપકાર્ટના ઈ-કોમર્સ પ્લેટફોર્મની મદદ લીધી. એક્યૂટાસ્ટોરના સીઈઓ અને કો-ફાઉન્ડર દીપાંકર ડેનું કહેવું છે કે અમે જ્યારે અમારા વ્યવસાયને વધારવાના તમામ વિકલ્પો વિશે વિચારી રહ્યા હતા ત્યારે અમને ખબર પડી કે ફ્લિપકાર્ટ જ એવું ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે, જે સૌથી વધુ યુવા કસ્ટમર બેઝ સુધી પોતાની પહોંચ ધરાવે છે. અમારા ટાર્ગેટ કસ્ટમર પણ એ જ છે. એટલા માટે જ અમે અમારા વ્યવસાયને આગળ વધારવા માટે ફ્લિપકાર્ટ પર પસંદગીનો કળશ ઢોળ્યો.
દીપાંકર કહે છે કે, ચાર વર્ષમાં જ ફ્લિપકાર્ટની મદદથી તેમનો બિઝનેસ અત્યંત ઝડપથી પ્રગતિનાં શિખર પર પહોંચી ગયો. શરૂઆતમાં તેમને દરરોજ લગભગ 10 ઓર્ડર જ મળી શકતા હતા, પરંતુ આજે સ્થિતિ એ છે કે ઓર્ડર્સની સંખ્યા 80 ગણી વધીને રોજના 800 સુધી પહોંચી ગઈ છે. તેમના જેવા નાના બિઝનેસ માટે આ વૃદ્ધિ અભૂતપૂર્વ છે.
દીપાંકર ઉમેરે છે કે ફ્લિપકાર્ટ તેમના બિઝનેસની પ્રગતિના સૌથી મહત્ત્વના સાધન તરીકે મદદરૂપ બન્યું છે. ફ્લિપકાર્ટની મદદથી એક્યૂટાસ્ટોર પોતાનો પોર્ટફોલિયો 100 ગણો વધારી શક્યું છે. યાને કે 3 પ્રોડક્ટથી અત્યારે તેમના પોર્ટફોલિયોમાં 300થી પણ વધુ પ્રોડક્ટ્સ થઈ ગયાં છે. એટલું જ નહીં, ફ્લિપકાર્ટની મદદતી એક્યૂટાસ્ટોરને પોતાની ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલને પણ આગળ વધારવામાં મદદ મળી. તેમને ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સ પર નિર્ભર રહેવાને બદલે પોતાના પોર્ટફોલિયોમાં ભારતીય ઉત્પાદકોએ બનાવેલાં ઉત્પાદનો સામેલ કર્યાં. દીપાંકરનું કહેવું છે કે ફ્લિપકાર્ટે એક એવી ઇકોસિસ્ટમ બનાવી છે જ્યાં મેન્યુફેક્ચરર્સ ઇનોવેશન પર ધ્યાન આપી શકે છે. આજે ભારતમાં મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો કરવાનું અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ્સ બનાવવી શક્ય બની છે.